સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખાતાંવહી બનાવવાનો નીચેનામાંથી કયો હેતુ નથી ?

સમાન પ્રકારના વ્યવહારોની અસર જાણવી
ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા
ધંધાના માલિકે ધંધામાં રોકાણ કરવા પોતાનું ઘર વેચ્યું.
ધંધાના દેવાદારો અને લેણદારો જાણવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સરેરાશ નફાના મૂડીકરણના ધોરણે પાઘડીની કિંમતની ગણતરી કરો.
ધંધાનો વાર્ષિક સરેરાશ નફો ₹ 38,400
ધંધાની કુલ મિલકત ₹ 11,20,000
ધંધાના કુલ દેવાં ₹ 6,40,000
અપેક્ષિત વળતરનો દર 6%

₹ 2,88,000
₹ 1,05,600
₹ 1,60,000
₹ 6,40,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લેણદારોને વેચાણ શેરો કરેલી લેણીહૂંડી નકારાય ત્યારે :

લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય.
દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય.
લેણીહૂંડીઓનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય.
લેણદારોનું ખાતું ઉધાર થાય અને લેણીહૂંડીઓનું ખાતું જમા થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયોજન વખતે ધંધો ફેરબદલ કરનાર (વેચનાર) કંપની ના ચોપડે 5% નાં 8000 ડિબેન્ચર દરેક ₹ 100ના લેખે છે જેના પર ચાલુ વર્ષનું વ્યાજ ચઢત છે. જો નવી કંપની (ધંધો ફેરબદલ લેનાર અથવા ખરીદનાર) આ ડિબેન્ચર હોલ્ડર્સને પોતાના 8% ના નવા ડિબેન્ચર્સ ચઢત વ્યાજ જેટલી રકમના પ્રીમિયમે આપે છે તો નવી કંપની એ ડિબેન્ચર હોલ્ડર્સને કેટલા ટકા પ્રીમિયમે આપેલું હોય ?

5 %
8 %
13 %
10 %

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીની અદ્રશ્ય મિલકતો ₹ 2,00,000; દ્રશ્ય મિલકતો ₹7,00,000; અવાસ્તવિક મિલકતો ₹ 1,00,000 છે. દેવામાં લેણદારો અને બેંક ઓવરડ્રાફ્ટ અનુક્રમે ₹ 1,75,000 અને ₹ 25,000 છે. કંપની ની ચો.મિ. કેટલી ?

₹ 11,00,000
₹ 7,00,000
₹ 9,00,000
₹ 8,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP