GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
13મી દક્ષિણ એશિયાઈ રમતો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ? i. XIII મી દક્ષિણ એશિયાઈ રમતો શ્રીલંકામાં કોલંબો અને કેન્ડી ખાતે યોજાઈ હતી. ii. 13 મી દક્ષિણ એશિયાઈ રમતોનો સત્તાવાર માસ્કોટ (Mascot) કાળિયાર (Blackbuck) હતો. iii. ભારત, ભૂતાન, બાંગ્લાદેશ, માલદીવ, નેપાળ અને શ્રીલંકા - કુલ છ રાષ્ટ્રોએ 27 રમતીમાં ભાગ લીધો. iv. એશિયન રમતોમાં ભારતની અધ્યક્ષ તરીકેની હાજરીને લીધે પાકિસ્તાને રમતોનો બહિષ્કાર કર્યો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ટ્રાન્સપેરેન્સી ઈન્ટરનેશનલ ઈન્ડીયા દ્વારા બહાર પાડવામાં આવેલા ઈન્ડીયા કરપ્શન સર્વે (India Corruption Survey) 2019 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. રાજસ્થાન સૌથી વધુ ભ્રષ્ટ રાજ્ય તરીકેનો ક્રમ ધરાવે છે કે જ્યાં 78% નાગરીકો લાંચ આપે છે. ii. રાજસ્થાન બાદ આંધ્રપ્રદેશ અને તેલંગાણા અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાન પર આવે છે. iii. અહેવાલ અનુસાર 2019 માં ભારતમાં ભ્રષ્ટાચારનો દર 10% ઘટ્યો છે. iv. લાંચ આપતા લોકોની ટકાવારી 2018 માં 58% થી ઘટીને 2019 માં 51% થઈ છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
દૂરસંચાર પુનઃપ્રસારણ (relays) માટે ઉપયોગમાં લેવાતા ઉપગ્રહો ભૂસ્તર ભ્રમણકક્ષામાં (Geostationary orbit) રાખવામાં આવે છે. ઉપગ્રહ આવી ભ્રમણકક્ષામાં ત્યારે કહેવાય જ્યારે - i. ભ્રમણકક્ષા ભૂસમકાલિન - જિયોસિન્ક્રોનસ (Geosynchronous) હોય. ii. ભ્રમણકક્ષા વર્તુળાકાર હોય iii. ભ્રમણકક્ષા પૃથ્વીના વિષુવવૃત્તના સમતલમાં હોય iv. ભ્રમણકક્ષા 22,236 કિમીની ઊંચાઈ પર હોય.