GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતના નાણાપંચ વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. ભારતનું નાણાંપંચ એક અધ્યક્ષ અને 5 અન્ય સદસ્યોનું બનેલું છે. 2. પંચના સદસ્યની લાયકાત સુનિશ્ચિત કરવા માટે બંધારણે સંસદને અધિકૃત કરે છે. 3. સુદ્રઢ નાણાં વ્યવસ્થાના હિતમાં રાષ્ટ્રપતિ કોઈપણ બાબત નાણાં આયોગને સલાહ સૂચન માટે મોકલી શકે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
's' થી શરૂ થતાં સતત આવતા 5 પૂર્ણાંકોનો સમાંતર મધ્યક 'a' છે. તો s+2 થી શરૂ થતાં સતત આવતા 9 પૂર્ણાંકોનો સમાંતર મધ્યક કેટલો થશે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો પ્રાચીન ભારત ઉપર પર્શિયન અસરના સંદર્ભે છે ? I. બ્રાહ્મી લિપિની શરૂઆત II. ચંદ્રગુપ્ત મૌર્યની વાળ ધોવાની વિધિ III. અશોક સ્તંભો ઉપર સિંહની પ્રતિકૃતિ
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
હર્ષવર્ધનનું શાસન જોશીલી રાજકીય પ્રવૃત્તિઓવાળું હતું. આ સંદર્ભે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. માલવના રાજા, દેવગુપ્તે હર્ષવર્ધનનું અધિરાજપદ સ્વીકાર્યું. II. કામરૂપના રાજા, ભાસ્કરવર્મને હર્ષવર્ધન સાથે મિત્રતાની સંધિ કરી. III. હર્ષવર્ધને ગૌડના રાજા શશાંકને પરાજિત કર્યો હતો.