GPSC PI Prelim Exam Paper 03 January 2021
સપ્ટેમ્બર 1923 માં "સ્વરાજ આશ્રમ સંઘ"ના પ્રમુખ તરીકે કોણ નિયુક્ત થયા હતા ?

વલ્લભભાઈ પટેલ
ચુનીલાલ મહેતા
ગાંધીજી
અનસુયાબેન સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં EWS હેઠળના અનામત માંથી બાકાત રાખવાની બાબતમાં નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. જો કોઈ પણ વ્યક્તિ 10 એકર અને તેથી વધુ ખેતીની જમીન ધરાવતા હોય.
2. 1000 ચો. ફૂટ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાંકનો ફ્લેટ ધરાવતા હોય
3. નોટિફાઇડ નગર પાલિકામાં 100 ચો.યાર્ડ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાંક પ્લોટ ધરાવતા હોય.
4. નોટિફાઇડ નગરપાલિકા સિવાયના ક્ષેત્રમાં 200ચો. યાર્ડ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાંક પ્લોટ ધરાવતા હોય

માત્ર 3 અને 4
1,2,3 અને 4
માત્ર 1 અને 3
માત્ર 2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ?

ટોર્ઝન હોર્સ - એક નુકસાનકર્તા પ્રોગ્રામ છે જે દેખાવમાં ઉપયોગી લાગતા ડાટા અથવા પ્રોગ્રામમાં સમાવિષ્ટ હોય છે.
એડવેર - એ સ્પાઈવેરનો એવો પ્રકાર છે જેમાં યૂઝર દ્વારા કરવામાં આવતા કી-સ્ટ્રોકની નોંધ રાખે છે
આપેલ પૈકી એક પણ નહીં
ફિશિંગ - એક સાયબર ક્રાઇમ છે, જેમાં ઈ-મેલથી યુઝરને ગેરમાર્ગે દોરી કપટપૂર્વક વેબસાઇટ પર લઇ જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો.
P,Q,R,S,T અને U એક જ મકાનમાં એક થી છ નંબરના અલગ અલગ માળ પર રહે છે (ભોંયતળિયાના માળને 1 નંબર, તેની તરત ઉપરના માળને 2 નંબર અને આગળ તે રીતે નંબર આપેલા છે તથા સૌથી ઉપરના માળને 6 નંબર આપ્યો છે).P એ યુગ્મ સંખ્યાના માળ પર રહે છે. S અને U જે માળ પર રહે છે તેમની વચ્ચે 2 માળ છે. U જે માળ પર રહે છે તે S ના માળની ઉપર છે. S 2 નંબરના માળ પર રહેતો નથી. Q અયુગ્મ સંખ્યાના માળ પર રહેતો નથી. R એ U ના માળની નીચેના કોઈ માળ પર રહેતો નથી. T એ Q ની તરત ઉપર કે તરત નીચેના માળ પર રહેતો નથી.
S અને U ની બરાબર વચ્ચેના માળ પર કોણ રહે છે ?

T, R
આપેલ પૈકી એક પણ નહીં
T, P
R, Q

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
Mના પિતા એ Nના જમાઈ છે. Mની બહેન Qએ Pની પુત્રી છે. P નો N સાથે કયો સંબંધ છે ?

પુત્રી
પુત્રવધુ
જમાઈ
નિશ્ચિત કરી ન શકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
જો પૃથ્વી અચાનક ઘૂમતી બંધ થઈ જાય તો શું થાય ?
1. વાતાવરણ તત્ક્ષણ સંપૂર્ણપણે સ્થગિત થઈ જાય.
2. પૃથ્વીના મથાળે રહેલા પદાર્થો અત્યંત વેગથી દૂર ફેંકાઈ જાય.
3. પૃથ્વીના દરેક સ્થળ માટે આખા વર્ષ પૂરતો કાયમી રાત્રી કે દિવસનો ચોક્કસ સમય બની જાય.

આપેલ પૈકી કોઇ નહીં
1,2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP