GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો ઓ પુરંદરની સંધિના ભાગ રૂપ ન હતા ? 1. શિવાજીના સગીર પુત્ર સાંભાજીને કોઈ પ્રકારની માનસાબ (mansab) મંજૂર કરવામાં આવી ન હતી. 2. મુઘલો એ શિવાજીના બીજાપુર ઉપરના હકને માન્ય રાખ્યો નહિ 3. શિવાજીએ તેમના કબજા હેઠળના 35 કિલ્લાઓ પૈકીના 23 કિલ્લાઓ સમર્પિત (surrender) કરવા પડ્યા. 4. પુરંદરની સંધિ માટે શિવાજી દ્વારા રાજા જયસિંહ સાથે વાટાઘોટો કરવામાં આવી હતી. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
(નિર્દેશ) પ્રત્યેક માં એક વિધાન અને બે તારણો I અને II આપવામાં આવ્યા છે. તમારે વિધાનમાં આપેલ તમામ વિગતને સાચી માનવાની છે, અને બન્ને તારણોનો અભ્યાસ કરી એ નિર્ણય કરવાનો છે કે તે પૈકી કયા તારણો વિધાનોમાં આપેલ વિગતોને તાર્કિક રીતે અનુસરે છે. તમારો ઉત્તર આ મુજબ આપોઃ વિધાન: જો કે આપણી પાસે ક્રાઇસીલ અને આઇ.સી.આર.એ જેવી રેટિંગ એજન્સીઓ છે, છતાં રોકાણકારોના રક્ષણ માટે આઇ.ટી. કંપનીઓ માટે અલગ રેટિંગ એજન્સીની માંગ ઉભી થયેલ છે. તારણો: I. આઇ.ટી. કંપનીઓના નાણાકીય હિસાબોનું આકલન અલગ આવડત, અંતર્દષ્ટી અને લાયકાત માંગી લે છે. II. હવે આઇ.ટી. કંપનીઓમાં રોકાણ કરતા રોકાણકારોને તેમણા રોકાણ માટે રક્ષણ મળશે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
વર્ષ 2021-2022 ના ગુજરાતના અંદાજપત્ર બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1. સરકારે આગામી પાંચ વર્ષ માટે રૂા. 1 લાખ કરોડની નોંધપાત્ર રકમ સાથેની વન બંધુ કલ્યાણ યોજના-2ની જાહેરાત કરી. 2. દરિયા કિનારાના 15 જિલ્લાઓના 39 તાલુકાઓના 2702 ગામમાં નિવાસ કરતા 70 લાખ લોકોના સર્વાંગી વિકાસ માટે સાગર ખેડૂ સર્વાંગી વિકાસ યોજના-2ની જાહેરાત કરી. 3. આગામી બે વર્ષમાં સરકારી બોર્ડ, નિગમો તથા સ્થાનિક સ્વરાજની કચેરીઓમાં લાયકાત ધરાવતા 2 લાખ યુવાનોને નવી રોજગારીની તક પૂરી પાડવામાં આવશે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.