GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. P,Q,R,S,T અને U એક જ મકાનમાં એક થી છ નંબરના અલગ અલગ માળ પર રહે છે (ભોંયતળિયાના માળને 1 નંબર, તેની તરત ઉપરના માળને 2 નંબર અને આગળ તે રીતે નંબર આપેલા છે તથા સૌથી ઉપરના માળને 6 નંબર આપ્યો છે).P એ યુગ્મ સંખ્યાના માળ પર રહે છે. S અને U જે માળ પર રહે છે તેમની વચ્ચે 2 માળ છે. U જે માળ પર રહે છે તે S ના માળની ઉપર છે. S 2 નંબરના માળ પર રહેતો નથી. Q અયુગ્મ સંખ્યાના માળ પર રહેતો નથી. R એ U ના માળની નીચેના કોઈ માળ પર રહેતો નથી. T એ Q ની તરત ઉપર કે તરત નીચેના માળ પર રહેતો નથી. Q કયા માળ પર રહે છે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
રાષ્ટ્રીય કટોકટીની ઉદ્ઘોષણા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસદના કાયદા દ્વારા લોકસભાની મુદ્દત એક સમયે તેની સામાન્ય મુદ્દત કરતાં એક વર્ષ માટે લંબાવી શકાય છે. 2. લોકસભાનો કાર્યકાળ એ સંસદના કાયદા દ્વારા વધુમાં વધુ 3 વર્ષ માટે લંબાવી શકાય છે. (એક સમયે એક વર્ષ માટે) 3. કટોકટી પૂરી થઈ ગયા બાદ લોકસભાનો કાર્યકાળ છ માસથી વધુ સમયગાળા માટે ચાલુ રહી શકે નહીં.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
આપેલા સમય માટે દેશની રાષ્ટ્રીય આવકમાં ___ શામેલ છે. i. સરકાર દ્વારા કરવામાં આવેલ વપરાશ અને રોકાણ ખર્ચ. ii. વિદેશમાં ભારતીયો દ્વારા કરવામાં આવેલ વપરાશ અને રોકાણ ખર્ચ iii. ખાનગી ક્ષેત્ર દ્વારા કરવામાં આવેલ વપરાશ અને રોકાણ ખર્ચ
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019 વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ અધિનિયમ હેઠળ કેન્દ્રીય ઉપભોક્તા સંરક્ષણ સત્તાધિકારની સ્થાપના થશે. 2. આ અધિનિયમ એ ગેરમાર્ગે દોરતી જાહેરાતોને અટકાવવા માટે ખાસ ધ્યાન આપશે. 3. આ અધિનિયમ અંતર્ગત ઉપભોક્તા સંરક્ષણ સત્તાધિકાર એ મોટી જાહેરાત આપનાર જાહેરાતકાર, ઉત્પાદક, વ્યાપારી અથવા સમર્થન આપનાર પર રૂ. 10 લાખ સુધીનો દંડ લગાવી શકશે.