GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતના ખનીજ બાબતે સાચાં છે ? 1. ગુજરાતએ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું લિગ્નાઈટ ઉત્પાદન કરતું રાજ્ય છે. 2. દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં બોક્સાઇટની ખાણો મળી આવી છે. 3. ફ્લોરસ્પાર ખનીજ છોટાઉદેપુર જિલ્લામાં મળી આવે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
મહેસૂલી ખાધ (Revenue Deficit) બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? i. તે ફક્ત એવા જ વ્યવહારોનો સમાવેશ કરે છે કે જે સરકારની ચાલુ આવક અને ખર્ચને અસર કરે. ii. તે સરકાર દ્વારા લીધેલ ચાલુ ઉધારને પણ ધ્યાને લે છે. iii. ધ ફીસકલ રીસ્પોન્સીબ્લીટી એન્ડ બજેટ મેનેજમેન્ટ અધિનિયમ અનુસાર સરકારે મહેસૂલી ખાધ ઘટાડીને GDP ના 3% કરવાની રહે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો એ સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો બાબતે પૂંચી આયોગની ભલામણો છે ? 1. પંચાયતી રાજ સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે અનામત બેઠકોનો ક્રમાનુવર્તી ફેરફાર કરવા બાબતનો વિચાર. 2. સમવર્તી સૂચિના કાયદાઓની બાબતમાં સંઘએ રાજ્યોના સલાહ-સૂચન લેવા આવશ્યક છે. 3. રાજ્યપાલની મુદ્દત એ પાંચ વર્ષ માટેની સુનિશ્ચિત કરેલી છે અને તેઓને પદભ્રષ્ટ કરવાની સત્તા એ કેન્દ્રમાં રહેલી સરકારની ઇચ્છાશક્તિ અનુસાર હોવી ન જોઈએ. 4. આ આયોગ દ્વારા 'સ્થાનિક કટોકટી' નો ખ્યાલ દાખલ કરવામાં આવ્યો.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ? 1. વિટામીન A - પાકા પીળાં ફળો 2. વિટામિન B1 - ઈંડા 3. વિટામીન E - બદામ અને બીયાં 4. વિટામિન K - પાલક