GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક 8 સેમી લંબાઈના સમઘનની સામસામેની સપાટીઓની ત્રણ જોડ લીલા, વાદળી અને લાલ રંગથી એવી રીતે રંગવામાં આવી છે કે જેથી પ્રત્યેક જોડમાંની દરેક સપાટી સમાન રંગની હોય. હવે તે સમધનને કાપી નાના નાના અને એક સરખી 2 સેમી લંબાઈના સમઘનો બનાવવામાં આવે છે. તો જેની એક પણ સપાટી રંગવામાં આવી હોય તેવા કેટલા નાના સમઘન હશે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ બાબતોની જોગવાઈ રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956 હેઠળ કરવામાં આવેલ છે ? 1. આંતર-રાજ્ય પરિષદ 2. સીમાંકન આયોગ દ્વારા મતદાર ક્ષેત્રોનું સીમાંકન 3. નવા રચાયેલા રાજ્યો માટે વડી અદાલત
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને બહેતર સરકારને સુનિશ્ચિત કરવા ભારત સરકારે ઘણા કાયદાઓ ઘડ્યા છે.
ડૉ. બી. આર. આંબેડકરનું મંતવ્ય હતું કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અતિ મૂલ્યવાન છે કારણ કે આ સિદ્ધાંતો ભારતના રાજ્યતંત્રનો ધ્યેય - આર્થિક લોકશાહી - ને રજુ કરે છે.
કેટલાક મૂળભૂત હકો કે જે તમામ નાગરિકો અને વિદેશીઓને મળે છે તેનાથી વિપરીત મૂળભૂત ફરજો માત્ર ભારતીય નાગરિક પૂરતી સીમિત છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાજાજી સૂત્ર (formula) વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. આ સૂત્ર અનુસાર મુસ્લિમ લીગે કોંગ્રેસ સાથે જોડાઈ બ્રિટીશ શાસનમાંથી સ્વતંત્રતાની માંગણી કરે. 2. મુસ્લિમ લીગ અને INC એ કેન્દ્રમાં વચગાળાની સરકારની રચના કરે. 3. ગાંધીજી અને જિન્હાએ રાજાજી સૂત્ર ઉપર ચર્ચા કરવા વાટાઘાટો યોજી. 4. આ દરખાસ્ત જિન્હા દ્વારા સ્વીકારવામાં આવી અને ગાંધીજી દ્વારા અસ્વીકાર કરવામાં આવી.