સમય અને કામ (Time and Work)
A અને B એક કામ 12 દિવસમાં કરી શકે છે. B અને C એક કામ 15 દિવસમાં કરી શકે છે. C અને A એક કામ 20 દિવસમાં કરી શકે છે. ત્રણેય ભેગા મળીને કામ કરે તો કેટલા દિવસમાં કામ પૂરું થાય ?
સમય અને કામ (Time and Work)
યંત્ર A 10 કલાકમાં પાણીના 6000 પાઉચ બનાવે છે અને યંત્ર B તેટલા જ પાઉચ 15 કલાકમાં બનાવે છે. બંને યંત્રો સાથે મળીને 6000 પાઉચ બનાવી રૂા. 1200 મહેનતાણુ મેળવે છે. તો દરેકને કામના પ્રમાણમાં કેટલું મહેનતાણું મળે ?
સમય અને કામ (Time and Work)
A, B અને C ત્રણેય સાથે 18 દિવસમાં રૂા.3240 કમાઈ શકે તો A અને C સાથે 10 દિવસમાં રૂા.1200 જ્યારે B અને C સાથે 14 દિવસમાં રૂા.1820 કમાઈ શકે છે. તો B ની રોજિંદા કમાણી કેટલી હશે ?
A, B અને C ની એક દિવસની કમાણી = 3240/18 = 180 રૂ.
A અને C ની એક દિવસની કમાણી = 1200/10 = 120 રૂ.
B ની એક દિવસની કમાણી = A, B, Cની એક દિવસની કમાણી - A અને C ની એક દિવસની કમાણી
= 180 - 120 = 60 રૂ.
સમય અને કામ (Time and Work)
A એક કામ 12 દિવસમાં અને B તેજ કામ 15 દિવસમાં પૂરું કરે છે. બંને 4 દિવસ સાથે કામ કરે છે. પછી A કામ છોડી દે છે. બાકીનું કામ B એકલો પુરૂ કરે છે. કામ કુલ કેટલા દિવસ ચાલ્યું ?
સમય અને કામ (Time and Work)
રબ્બરની ટ્યૂબ બનાવતી એક કંપનીમાં કામ કરતાં ત્રણ કારીગરો અમર, અક્બર અને એન્થોનીને 360 ટ્યૂબ બનાવતાં અનુક્રમે 6, 10 અને 15 કલાક લાગે છે. તો આ ત્રણેય ભેગા મળીને 720 ટ્યૂબ કેટલા સમયમાં તૈયાર કરી શકશે ?