GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતમાં દેવીપૂજક લોક સમુદાયની ખાસ સાંકેતિક શબ્દભંડોળ ધરાવતી ‘પારસી’ બોલીના સંદર્ભે જોડકાં જોડો. a. મધવો b. માઢ c. ગણેશકાકા બેસાડવા d. ચોવન કરવું i. ચોરી કરવી ii. જમવું iii. પોલીસ iv. દારૂ
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
એક પાત્ર ઉલટા શંકુ (inverted cone) આકારનું છે. તેની ઉંચાઈ 8 સેમી અને તેના ઉપરના ખુલ્લા ભાગની ત્રિજયા 5 સેમી છે. તે પાણીથી ટોચ સુધી ભરાયેલું છે. જ્યારે તેમાં 0.5 ત્રિજ્યાના સીસાના ગોળા (spherical lead shots) નાખવામાં આવે ત્યારે ચોથા ભાગનું પાણી બહાર નીકળી જાય છે. તો કેટલા સીસાના ગોળા નાખવામાં આવ્યા હશે ?
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
દૂરસંચાર પુનઃપ્રસારણ (relays) માટે ઉપયોગમાં લેવાતા ઉપગ્રહો ભૂસ્તર ભ્રમણકક્ષામાં (Geostationary orbit) રાખવામાં આવે છે. ઉપગ્રહ આવી ભ્રમણકક્ષામાં ત્યારે કહેવાય જ્યારે - i. ભ્રમણકક્ષા ભૂસમકાલિન - જિયોસિન્ક્રોનસ (Geosynchronous) હોય. ii. ભ્રમણકક્ષા વર્તુળાકાર હોય iii. ભ્રમણકક્ષા પૃથ્વીના વિષુવવૃત્તના સમતલમાં હોય iv. ભ્રમણકક્ષા 22,236 કિમીની ઊંચાઈ પર હોય.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
મંગળ ગ્રહ બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? i. મંગળનું વાતાવરણ મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઈડ અને થોડીક પાણીની બાષ્પનું બનેલું છે. ii. મંગળને બે ચંદ્રો છે. iii. આ ગ્રહ એ પૃથ્વીથી નજીકના ગ્રહોમાં ચોથા ક્રમે આવે છે.