GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના વિવિધ ભંડોળ (Funds) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. સરકારની તમામ આવકો અને ખર્ચા ભારતના એકત્રિત ભંડોળ, ભારતના આકસ્મિક ભંડોળ અને ભારતના જાહેર ખાતા (Public account) માં જમા કરવામાં અને ઉધારવામાં આવે છે. 2. આકસ્મિક ભંડોળમાંથી કોઈ પણ રકમનો ઉપાડ કરવા માટે સંસદની મંજૂરીની જરૂર નથી. 3. ભારતના જાહેર ખાતામાંથી કોઈપણ રકમનો ઉપાડ કરવા માટે સંસદની પછીની મંજૂરી (post fact approval) જરૂરી છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સંસદના વિશેષાધિકાર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસદીય વિશેષાધિકારના ભંગ બદલ સંસદ, નહીં કે બહારની વ્યક્તિ, તેના સભ્યને સજા કરી શકે છે. 2. દિવાની અને ફોજદારી કેસમાં સંસદ સત્ર દરમ્યાન સંસદ સભ્યની ધરપકડ કરી શકાતી નથી. 3. સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે સંસદ સભ્ય અદાલતમાં અનિર્ણિત કેસમાં પુરાવો આપવા અને સાક્ષી તરીકે હાજર રહેવા ઈનકાર કરી શકે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારત અને યુ.એસ.એ.ની નૌકાદળ કવાયત (PASSEX 2021) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. આ કવાયત બંગાળના અખાતમાં યોજાઈ હતી. 2. આ ક્વાયતમાં ભારત તરફથી INS સિંધુ અને યુ.એસ.એ. તરફથી યુ.એસ.એસ. એન્ટરપ્રાઈઝ યુદ્ધજહાજોએ ભાગ લીધો. 3. આ કવાયતમાં સૌ પ્રથમ વાર ભારતીય હવાઈદળે પણ ભાગ લીધો.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ગૌતમ બુધ્ધ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ગૌતમ બુધ્ધે વારાણસી પાસે આવેલા ઋષિપત્તન (સારનાથ) જઈને બોધિના ઉપદેશ દ્વારા ધર્મચક્ર પ્રવર્તાવ્યું. 2. તેમણે રાજગૃહ, નાલંદા, શ્રાવસ્તી, કપિલવસ્તુ, વૈશાલી, કોશામ્બી, પંચાપ ઇત્યાદિ સ્થળોએ વિહાર કરતા રહી ધર્મોપદેશ આપ્યો. 3. છેવટે તેઓ ગયા ખાતે પરિનિર્વાણ પામ્યાં.