GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દ્વિઅસરનો ખ્યાલ એ મૂળભૂત હિસાબી ખ્યાલ છે. નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો દ્વિ-અસરના ખ્યાલના અર્થને રજૂ કરે છે ?
(I) દરેક લેનાર, આપનાર પણ છે અને દરેક આપનાર, લેનાર પણ છે.
(II) દ્વિનોંધી નામાપધ્ધતિનો સિદ્ધાંત છે.
(III) પાકાં સરવૈયાનું સમીકરણ અથવા હિસાબી સમીકરણ છે.

આપેલ પૈકી એક પણ નહીં
I, II અને III
માત્ર I
માત્ર I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
અંદાજપત્ર એ જાહેર નાણાંકીય સાધનો મૂળ અને ઉપયોગ નક્કી કરે છે ત્યારથી તે સરકારના ચોક્કસ મુખ્ય કાર્યોને પરિપૂર્ણ કરવાની પ્રક્રિયામાં કેન્દ્રિય ભૂમિકા ભજવે છે. નીચેના પૈકી કયું તે પ્રકારનું કાર્ય નથી ?

આર્થિક કાર્ય
સામાજીક કાર્ય
રાજકીય કાર્ય
રાજદ્વારી કાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ખર્ચ વિભાગને ફાળવેલ વ્યવસ્થાને ___ દ્વારા ચલાવવામાં આવે છે.

સ્ટાફ પરિક્ષણ એકમ
નાણાં પંચ વિભાગ
સ્થાપિત વિભાગો, નાણાં યોજના I અને II વિભાગો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ફિફો (FIFO) પધ્ધતિના સંબંધિત નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ?
(I) ઘટતા ભાવોના સંજોગોમાં આ પધ્ધતિ વધુ સારા પરિણામો આપે છે.
(II) આખર સ્ટોક બજારભાવ રજૂ કરે છે.
(III) ઘટતા ભાવોના સંજોગોમાં, ઓછી માલસામાનની પડતરના કારણે નફામાં વધારાનું વલણ હોય છે.
(IV) ઉપયોગમાં લીધેલ માલસામાનની પડતર ચાલુ બજારભાવનું પ્રતિબિંબ છે.

માત્ર (IV) સાચું નથી
માત્ર (I) અને (III) સાચાં નથી
માત્ર (III) અને (IV) સાચાં નથી
માત્ર (I) અને (II) સાચાં નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કરપાત્ર આવકની ગણતરી સમયે કયા મથાળામાં કરપાત્ર આવક માટે એસેસી દ્વારા હિસાબી પધ્ધતિ અપનાવવામાં આવેલ છે તે સંબંધિત નથી ?

પગાર, મકાન મિલકતની આવક અને મૂડી નફો
માત્ર મકાન મિલકતની આવક
માત્ર પગાર
માત્ર મૂડી નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સમતૂટ-વિશ્લેષણના સંદર્ભમાં, બંધ કરેલ એકમો માટે નીચેના પૈકી કયા સૂત્રનો ઉપયોગ થાય છે ?

(એકમ દીઠ ફાળો –સ્થિર પડતર) / બંધ કરવાની પડતર
(બંધ કરવાની પડતર – એકમ દીઠ ફાળો) / સ્થિર પડતર
(બંધ કરવાની પડતર – સ્થિર પડતર) /એકમ દીઠ ફાળો
(સ્થિર પડતર – બંધ કરવાની પડતર) /એકમ દીઠ ફાળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP