GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સુરેખ આયોજન માટે એક અસરકારક નિર્ણય ઘડતરના સાધન તરીકે, ચાર શરતો હોવી જોઈએ.
i. સુ-વ્યાખ્યાયિત હેતુલક્ષી વિધેય
ii. કાર્ય માટેના વૈકલ્પિક સમૂહો
iii. ચલ એક બીજા સાથે આંતર-સંબંધિત ન હોવા જોઈએ.
iv. સંસાધનો મર્યાદિત અને આર્થિક પરિમાણમાં દર્શાવી શકાય તેવા હોવા જોઈએ
ઉપરોક્ત પૈકી કયું વિધાન/વિધાનો યોગ્ય છે ?

ફક્ત i, ii અને iii
ફક્ત i, ii અને iv
ફક્ત ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કંપનીની ભરપાઈ શેરમૂડીના કેન્દ્રસરકાર પાસે 49% અને સરકારી કંપની પાસે 19% હિસ્સો હોય તેવી કંપનીના વૈધાનિક ઓડીટરની નિમણુંક ___

ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) કરે છે.
કેન્દ્ર સરકાર કરે છે.
વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના સભ્યો વિશેષ ઠરાવ પસાર કરીને કરે છે.
વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના સભ્યો સામાન્ય ઠરાવ પસાર કરીને કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
માહિતી પ્રક્રિયાના તબક્કા નીચે આપેલા છે.
માહિતી પ્રક્રિયાના તબક્કાને દર્શાવતા નીચેના વિકલ્પોમાંથી માહિતી પ્રક્રિયાનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
i. માહિતીનું વિશ્લેષણ
ii. માહિતીનું નિરૂપણ
iii. માહિતી એકત્ર કરવી
iv. અહેવાલ તૈયાર કરવો
v. માહિતીનું અર્થઘટન

ii, i, iii, iv, v
iii, ii, i, v, iv
iii, i, ii, iv, v
i, ii, iii, iv, v

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય આવકવેરા ધારા-1961ની કલમ2(24) અનુસાર આવકમાં નીચેના પૈકી સમાવેશ થાય છે ?
i. કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા તેના સભ્યો સાથે બેન્કિંગ ધંધા દ્વારા મેળવેલ નફો કે લાભ.
ii. કી-મેન ઇન્સ્યુરન્સ પોલીસી અંગે બોનસ સહીત મળેલ રકમ.

i અને ii બેમાંથી એક પણ નહીં
બંને i અને ii
માત્ર ii
માત્ર i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કઈ આંતિરક અંકુશ વ્યવસ્થા અંતર્ગત મર્યાદા નથી ?

આંતરિક ઓડીટરની બિન-કાર્યક્ષમતા
આપેલ પૈકી એક પણ નહીં
મેનેજમેન્ટ ઓવરરાઈડ
કર્મચારીઓ વચ્ચે જોડાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કંપનીધારા 2013 મુજબ, નીચેનામાંથી કઈ પદ્ધતિ શેરની પુનઃખરીદી (Buy-back) માટે માન્ય છે ?
I. હાલના શેરહોલ્ડરો પાસેથી પ્રમાણસર ધોરણે પુનઃખરીદી
II. કંપનીના પસંદગીયુકત પ્રવર્તકો (Promoters) પાસેથી પુનઃખરીદી
III. ખુલ્લા બજારમાંથી પુનઃખરીદી
નીચે આપેલ વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર I અને III
માત્ર I અને II
માત્ર I
I, II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP