GPSC PI Prelim Exam Paper 03 January 2021
બેન્કિંગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. વાણિજ્ય બેંકોનું નિયમન ચુસ્ત રીતે થાય છે જ્યારે શેડો બેન્કિંગ(Shadow banking) નું નિયમન યોગ્ય રીતે થતું નથી. ii. વાણિજ્ય બેંકિંગના ઋણ (જવાબદારીઓ) નો વીમો હોય છે, જ્યારે શેડો બેન્કિંગના ઋણ (જવાબદારીઓ) નો વીમો હોતો નથી. iii. વાણિજ્ય બેંકો જમાકર્તા સંસ્થાઓ (depository institutions) હોવાથી નાણાંનું સર્જન કરી શકતી નથી જ્યારે શેડો બેંકો નાણાંનું સર્જન કરી શકે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
સંસદમાં પ્રસ્તાવ બાબતે નીચેના પૈકી કયા વિધાનો યોગ્ય રીતે જોડાયેલા છે ? 1. સત્તા સૂચક પ્રસ્તાવ (Substantive motion) તે સ્વયં પર્યાપ્ત સ્વતંત્ર દરખાસ્ત છે કે જે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ જેવી અતિ મહત્વની બાબત સાથે સંલગ્ન છે. 2. અવેજી પ્રસ્તાવ (Substitute motion) તે એક મૂળ પ્રસ્તાવની અવેજીમાં ચલાવવામાં આવતો અવેજી પ્રસ્તાવ છે અને તે મૂલ પ્રસ્તાવના વિકલ્પની દરખાસ્ત કરે છે. 3. સમાપન પ્રસ્તાવ (Closure motion) તે પ્રસ્તાવ એ સભ્ય દ્વારા ગૃહમાં કોઈ મુદ્દા પર ચર્ચાને ટૂંકાવવા માટે કરવામાં આવતો પ્રસ્તાવ છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં સંસદીય પ્રણાલી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. 1952 સુધી ભારતની સંવિધાન સભા એ કામ ચલાઉ સંસદ તરીકે કાર્યરત હતી. 2. વિધેયક કે જે ભારતના એકત્રિત ફંડ(Consolidated Fund of India)માંથી ખર્ચ કરવાનું થતું હોય, તેને રાષ્ટ્રપતિએ વિચારણા કરવા માટે ગૃહને ભલામણ કરી ન હોય, તો સંસદના બેમાંથી કોઈ ગૃહમાંથી પસાર કરી શકાય નહીં. 3. અધ્યક્ષ અથવા નાયબ અધ્યક્ષની ગેરહાજરીમાં અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલી લોકસભાના 20 સદસ્યોની બનેલી સભાપતિ પેનલ એ ગૃહની અધ્યક્ષતા કરે છે. 4. સભાપતિ અથવા નાયબ સભાપતિની ગેરહાજરીમાં સભાપતિ દ્વારા નામાંકિત કરવામાં આવેલી રાજ્યસભાના 10 સદસ્યોની બનેલી ઉપસભાપતિ પેનલ એ ગૃહની અધ્યક્ષતા કરે છે.