GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ટ્રાન્સપેરેન્સી ઈન્ટરનેશનલ ઈન્ડીયા દ્વારા બહાર પાડવામાં આવેલા ઈન્ડીયા કરપ્શન સર્વે (India Corruption Survey) 2019 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. રાજસ્થાન સૌથી વધુ ભ્રષ્ટ રાજ્ય તરીકેનો ક્રમ ધરાવે છે કે જ્યાં 78% નાગરીકો લાંચ આપે છે. ii. રાજસ્થાન બાદ આંધ્રપ્રદેશ અને તેલંગાણા અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાન પર આવે છે. iii. અહેવાલ અનુસાર 2019 માં ભારતમાં ભ્રષ્ટાચારનો દર 10% ઘટ્યો છે. iv. લાંચ આપતા લોકોની ટકાવારી 2018 માં 58% થી ઘટીને 2019 માં 51% થઈ છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? i. આમુખ લોકોની અંતિમ સત્તા (ultimate authority) પર ભાર મૂકે છે. ii. આમુખ જવાહરલાલ નહેરૂ દ્વારા બંધારણ સભામાં રજૂ કરવામાં આવેલા "ધ્યેયવસ્તુલક્ષી ઠરાવ” (objective resolution) પર ભાર મૂકે છે. iii. ‘‘લોકશાહી’’ શબ્દ ફક્ત રાજકીય નહી પરંતુ સામાજીક અને આર્થિક લોકશાહીને પણ આવરી લે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતીય જાહેર નાણાં બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. ભારતના જાહેર હિસાબમાંથી વિતરણ સંસદના મતદાનને આધીન હોય છે. ii. ભારતનું બંધારણ ભારત માટે તેમજ દરેક રાજ્ય માટે એકત્રિત ફંડની જોગવાઈ કરે છે. iii. અંદાજપત્ર હેઠળના વિનિયોગ અને વિતરણ સંસદ દ્વારા નાણા વિધેયકની જેમ જ મંજૂર કરવામાં આવે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જિલ્લાઓમાં આદિવાસીઓની વસ્તી એકત્રિતતાની બાબતે નીચેના પૈકી કઈ જોડી અયોગ્ય રીતે જોડાયેલી છે ? આદિવાસી જાતિ - વસ્તી એકત્રિતતાનો જિલ્લો i. કોકના - નવસારી, વલસાડ, ડાંગ ii. ગામીત - સુરત iii. પટેલીયા - સુરત, વડોદરા iv. રાઠવા - છોટાઉદેપુર
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
(નિર્દેશ :) : નીચેની આલ્ફાન્યુમેરિક સંકેત શ્રેણીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને તે પર આધારીત પ્રશ્નોના ઉત્તર આપો. T $ 6 U K 7 % * 4 J O @ 2 3 L P 9 8 A # Y ^ 5 W & નીચે પૈકી કયું ડાબા છેડાથી 17મા સ્થાને છે ?
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા પગલાં અર્થતંત્રમાં નાણા પૂરવઠામાં વધારામાં પરિણમે છે ? i. રીઝર્વ બેંક દ્વારા જાહેરજનતા પાસેથી સરકારી સીક્યોરીટીઝની ખરીદી. ii. લોકો દ્વારા વાણિજ્યિક બેંકોમાં નાણું જમા કરાવવું. iii. સરકાર દ્વારા રીઝર્વ બેંક પાસેથી ઉધાર લેવું. iv. રીઝર્વ બેંક દ્વારા સરકારી સીક્યોરીટીઝનું જાહેર જનતાને વેચાણ