GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
P 75% કિસ્સાઓમાં સાચું બોલે છે અને Q 80% કિસ્સાઓમાં સાચું બોલે છે. તો એક જ ઘટનાનું વર્ણન કરતી વખતે, કેટલા ટકા કિસ્સાઓમાં તેઓ પરસ્પર વિસંગત મંતવ્ય આપે તેવી સંભાવના છે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતની સર્વોચ્ચ અદાલતે જાહેર કર્યા મુજબ નીચેના પૈકી કયા મૂળ તત્વો (elements) ભારતના બંધારણના મૂળભૂત માળખા હેઠળ આવે છે. 1. સમવાય તંત્ર 2. સામાજિક ન્યાય 3. ન્યાય માટેનું અસરકારક પ્રયોજન 4. વ્યક્તિના સ્વાતંત્ર્ય અને ગૌરવ
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ? I. ચરક સંહિતા મૂળભૂત રીતે શસ્ત્રક્રિયાને લગતી છે. II. સુશ્રુત સંહિતાની પામ-પર્ણ હસ્તપ્રત નેપાળની કૈસર લાઇબ્રેરી ખાતે સચવાયેલી છે. III. 'વાત્', 'પિત્ત' અને 'કફ', ત્રણે દોષો આયુર્વેદમાં મુખ્ય છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જુદા જુદા રંગોના સાત બોક્સ - લાલ, નારંગી, પીળો, લીલો, કાળો, વાદળી અને નીલો - એક ઉપર એક મૂકવામાં આવ્યા છે, જે તે જ ક્રમમાં મૂકેલ હોય તે જરૂરી નથી. પ્રત્યેક બોક્સ ને 101, 121, 151, 191, 231, 221 અને 225 એમ અલગ અલગ નંબર આપેલા છે, જે તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી. નીલા રંગના બોક્સ અને 221 નંબરના બોક્સની વચ્ચે માત્ર 03 બોક્સ મૂકેલા છે. નીલા રંગના બોક્સ અને નારંગી રંગના બોક્સ વચ્ચે બે બોક્સ મૂકેલા છે. નારંગી રંગનું બોક્સ 221 નંબરના બોક્સની નીચે ક્યાંક મૂકેલું છે. નારંગી રંગના બોક્સ અને 121 નંબરના બોક્સની વચ્ચે માત્ર 01 બોક્સ મૂકેલા છે. કાળા રંગનું બોક્સ 225 નંબરના બોક્સની તરત નીચે અને 221 નંબરના બોક્સની તરત ઉપર મૂકેલું છે. કાળા રંગના બોક્સ અને બોક્સ નંબર 101 વચ્ચે માત્ર એક બોક્સ છે. કાળા રંગના બોક્સને આપેલ નંબર 191 કે 231 નથી. 151 નંબરના બોક્સ અને વાદળી રંગના બોક્સ વચ્ચે માત્ર બે બોક્સ છે. વાદળી રંગના બોક્સ અને તેની તરત નીચે મૂકેલા બોક્સને આપેલ નંબર વચ્ચેનો તફાવત 80 કરતા ઓછો છે. પીળા રંગનું બોક્સ સૌથી ઉપર નથી. પીળા રંગના બોક્સનો નંબર 121 નથી. પીળા રંગના બોક્સ અને લાલ રંગના બોક્સ વચ્ચે માત્ર 02 બોક્સ મૂકેલા છે. નીચે આપેલા ચાર વિકલ્પો પૈકી કોઈ ત્રણ એક ચોક્કસ રીતે સરખા છે અને એક સમૂહ બનાવે છે. તે પૈકી કયો વિકલ્પ તે સમૂહમાં આવતો નથી ?