GPSC PI Prelim Exam Paper 03 January 2021
P એ Q કરતા 150% વધુ કાર્યક્ષમ છે અને Qએ R કરતા 20% ઓછો કાર્યક્ષમ છે. જો R ચોથા ભાગનું કામ 5 દિવસમાં કરે, તો P, Q અને R એકસાથે મળી કેટલા દિવસમાં કામ પૂર્ણ કરશે ?

5(5/19) દિવસ
8(5/19) દિવસ
6(5/19) દિવસ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
લોકસભાની રચના અંગે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ?
1. 42મા બંધારણીય સુધારા અધિનિયમ 1976 એ 1971 ની વસ્તીગણતરીના આધારે રાજ્યોને લોકસભાની બેઠકોની ફાળવણી સુનિશ્ચિત કરી.
2. સન 2001ના 84માં સુધારાના અધિનિયમ અનુસાર વધુ 25 વર્ષ માટે તે સુનિશ્ચિત કરવામાં આવી.
3. 87મા બંધારણીય સુધારા અધિનિયમ 2003 એ 2001ની વસ્તી ગણતરીના આધારે નિર્વાચન ક્ષેત્રનું સીમાંકન કરવાનું જણાવ્યું.

માત્ર 3
માત્ર 1 અને 2
1,2 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
યુ.કે (United Kingdom), સ્વીઝરલેન્ડ અને ભારતના નિષ્ણાંતોની ટીમે Cave fish ની વિશ્વની સૌથી મોટી પ્રજાતિ ___ ખાતેથી શોધી કાઢી છે.

જૈન્ટીયા ટેકરીઓ, મેઘાલય (Jaintia hills, Meghalaya)
ચિલ્કા સરોવર, ઓરિસ્સા (Chilka Lake, Odisha)
નીલગીરીની ટેકરીઓ, તામિલનાડુ (Nilgiri hills, Tamil Nadu)
કચ્છ, ગુજરાત (Kutch, Gujarat)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
1947ના ભારત સ્વતંત્રતા અધિનિયમ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ?
1. તેના દ્વારા વાઈસરોયનું કાર્યાલય નાબૂદ થયું અને ગવર્નર જનરલની જોગવાઈ કરી.
2. ગવર્નર જનરલની નિમણૂંક એ બ્રિટિશ રાજા દ્વારા સત્તાધારી મંત્રી મંડળના સલાહ સુચન અનુસાર કરવામાં આવતી હતી
3. તે (અધિનિયમે) ભારતના રજવાડાઓને ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવવા માટેની સ્વતંત્રતા આપી હતી.
4. તેના (અધિનિયમના) હેઠળ 1950 સુધી જાહેર સેવકો (મૂલ્કી કર્મચારીઓ)ની નિમણૂંક કરવાની ચાલુ રહી.

1,2,3 અને 4
માત્ર 2,3 અને 4
માત્ર 3 અને 4
માત્ર 1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. શ્રી બી એન રાવે ભારતીય નાગરિકો માટે બે શ્રેણીના હકોની ભલામણ કરી હતી ન્યાયપાત્ર અને બિનન્યાયપાત્ર.
2. ઉપરની ભલામણો સાથે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા.
3. મિનરવા મિલ્સ કેસમાં ઉચ્ચતમ ન્યાયાલયે ઘોષિત કર્યું કે મૂળભૂત હક્કો ઉપર માર્ગદર્શક સિદ્ધાંતોનું વર્ચસ્વ ગેરબંધારણીય છે.

માત્ર 1 અને 3
1,2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ક્ષ- કિરણોના ગુણધર્મો શું છે ?
i. ક્ષ-કિરણોની તરંગલંબાઈ દૃશ્યમાન પ્રકાશ કરતાં ઘણી લાંબી હોય છે.
ii. ક્ષ-કિરણોના ફોટોન અણુઓને આયોનાઇઝ્ડ કરવા અને મોલેક્યુલર બોન્ડીંગ (આણ્વીક બંધન) ખોરવી નાખવા પૂરતી ઊર્જાશક્તિ ધરાવે છે.
iii. ક્ષ-કિરણો દ્રવ્ય સાથે બિલકુલ ક્રિયા કરતાં નથી.

ફક્ત iii
i,ii અને iii
ફક્ત ii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP