GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs) અંગે નીચેનામાંથી કયુ/ક્યા વિધાન/વિધાનો સાચુ/સાચા છે. વિધાન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો. I. દોશી સમિતિની ભલામણ પર પ્રાદેશિક ગ્રામીણ બેંકો(RRBs) ની સ્થાપના કરવામાં આવી હતી. II. પ્રાદેશિક ગ્રામીણ બેંકો ની સ્થાપના વર્ષ 1975માં કરવામાં આવી હતી. III. પ્રાદેશિક ગ્રામીણ બેંકની સ્થાપના ગ્રામીણ વિસ્તારોમાં જાહેર ક્ષેત્રની બેંકોની મર્યાદાઓને ધ્યાનમાં રાખી તે મર્યાદાઓને દૂર કરવાના ઉદ્દેશથી કરવામાં આવી હતી. IV. પ્રાદેશિક ગ્રામીણ બેંકો મોટા પાયાના ઉદ્યોગો ને લાંબા ગાળાની લોન પ્રદાન કરે છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
માહિતીના વિશ્લેષણ સંદર્ભે આપેલી યાદી । ને યાદી II સાથે યોગ્ય રીતે જોડો. યાદી I i. સાર્થકતાની કક્ષા સમષ્ટિના મધ્યક જેટલી જ હોય છે ii. નિદર્શ વિતરણનું પ્રમાણ વિચલન iii. સમષ્ટિના લક્ષણનું વર્ણન કરે તેવું સંખ્યાકીય મૂલ્ય iv. સંમિત રીતે વિતરિત સમષ્ટિ યાદી II a. નિદર્શ મધ્યક b. પ્રાચલો c. પ્રકાર I ભૂલ d. પ્રમાણિત ભૂલ
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયા કિસ્સાને સંયુકત પુરવઠો (Composite Supply) ગણવામાં આવશે ? i. એક પંચતારક હોટેલ દ્વારા પૂરું પાડવામાં આવતું ચાર દિવસ અને ત્રણ રાત્રિનું પેકેજ જેમાં અલ્પાહાર સામેલ છે. ii. ટાઈ, ઘડિયાળ, પાકીટ, પેનનું સંયુક્ત પેક જેને એક સાથે કીટ તરીકે બાંધવામાં આવ્યા હોય અને એક જ કિંમતે પુરા પાડવામાં આવતા હોય. iii. કમ્પ્યુટર મરામતની સેવા જેમાં કમ્પ્યુટરના જરૂરી ભાગો પુરા પાડવાનો સમાવેશ થાય છે. iv. કોચિંગ સેન્ટર પર વ્યાખ્યાન આપવાની સેવા જેમાં પ્રવાસનો સમાવેશ થાય છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
માહિતી પ્રક્રિયાના તબક્કા નીચે આપેલા છે. માહિતી પ્રક્રિયાના તબક્કાને દર્શાવતા નીચેના વિકલ્પોમાંથી માહિતી પ્રક્રિયાનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. i. માહિતીનું વિશ્લેષણ ii. માહિતીનું નિરૂપણ iii. માહિતી એકત્ર કરવી iv. અહેવાલ તૈયાર કરવો v. માહિતીનું અર્થઘટન
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન સાચું છે. I. ઈન્વેન્ટરીમાં કાચી સામગ્રી, તૈયાર થયેલ માલ અને ચાલુ કામમાં રહેલ માલ સામેલ છે. II. ઇન્વેન્ટરી એ કાર્યશીલ મૂડીનો એક ભાગ છે. III. ઇન્વેન્ટરીમાં ખરીદવા માટે સંભવ્ય માલનો સમાવેશ થાય છે.