GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. તે વાવણી પહેલાથી શરૂ કરી લણણી પછીના સમય સુધીના કુદરતી, અટકાવી ન શકાય તેવા જોખમો સામે વ્યાપક રક્ષણ પૂરું પાડે છે. 2. આ વીમા કવચ જંતુઓનો હુમલા તથા રોગોને આવરી લેતું નથી. 3. આ યોજનાએ આપણા દેશના કુલ પાક વિસ્તારના વીમા કવચને 23% થી વધારીને 50% સુધીનું કર્યું છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં કેન્દ્ર સરકારે જુવેનાઈલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન) એક્ટ, 2015 માં માન્ય કરેલાં સુધારાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? I. આ સુધારા બાદ જિલ્લાઓના બાળ સુરક્ષા એકમ (Child Protection Unit) જિલ્લા મેજીસ્ટ્રેટ (DM) હેઠળ કાર્ય કરશે. II. DM સ્વતંત્ર રીતે બાળકલ્યાણ સમિતિનું (Child Welfare Committee) અને ખાસ જુવેનાઈલ પોલીસ એકમ (Specialised Juvenile Police Unit) નું મૂલ્યાંકન કરશે. III. તેઓ બાળ સંભાળ સંસ્થા (Child Care Institute) ની ક્ષમતા અને પાશ્ચાદભૂમિકા ચકાસશે ત્યારબાદ તેની નોંધણી માટે ભલામણ થઈ શકશે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતની આબોહવાકીય પરિસ્થિતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. મધ્ય એશિયા તથા સાઈબીરીયા ક્ષેત્રમાંથી આવતા અતિશય ઠંડા અને સૂકા પવનો માટે હિમાલય અવરોધ તરીકે કામ કરે છે. 2. હિમાલય ભારતીય ઉપખંડ તથા મધ્ય એશિયા વચ્ચે આબોહવાના વિભાજક તરીકે કાર્ય કરે છે. ૩. પવન હલકા દબાણવાળા ક્ષેત્રમાંથી ભારે દબાણવાળા ક્ષેત્રમાં ફુંકાય છે. 4. ઉનાળા દરમ્યાન હલકા દબાણનો પટ્ટો ઉત્તર ભારતના મેદાનો ઉપર દક્ષિણ તરફ ફંટાય છે.