GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન ‘X’, રહીશ ને તેમણે તા. 01-04-2018 ના રોજ લીધેલ પોલીસીના પાકવા પર તારીખઃ 31-03-2021 ના રોજ રૂા. 4,50,000 મળવાપાત્ર થનાર છે, આ પોલીસી માટે વીમા રકમ રૂા. 4 લાખ છે અને વાર્ષિક પ્રિમિયમ રૂા. 1,25,000 છે. શ્રીમાન 'Z', રહીશને તેમણે તા. 01-10-2012 ના રોજ લીધેલ પોલીસીના પાકવા પર તારીખઃ 01-10-2020 ના રોજ રૂા. 95,000 મળવાપાત્ર થનાર છે, આ પોલીસી માટે વીમા રકમ રૂા. 90,000 છે અને વાર્ષિક પ્રિમિયમ રૂા. 10,000 છે. આવકવેરા ધારા અનુસાર કર કપાત કરવા અંગે આપનો અભિપ્રાય આપો.

શ્રીમાન ‘Z’ ને પોલીસી પાકવા અંગે મળતી રકમમાંથી કર કાપવાની જરૂરિયાત જણાય છે.
શ્રીમાન 'X'ને પોલીસી પાકવા અંગે મળતી રકમમાંથી કર કાપવાની જરૂરિયાત જણાય છે.
શ્રીમાન 'X’ અને શ્રીમાન ‘Z' ને પોલીસી પાકવા અંગે મળતી રકમમાંથી કર કાપવાની જરૂરિયાત જણાય છે.
શ્રીમાન ‘X’ અને શ્રીમાન 'Z’ ને પોલીસી પાકવા અંગે મળતી રકમમાંથી કર કાપવાની કોઈ જરૂરિયાત જણાતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
I. બદલાતા ભાવ સ્તર હેઠળ, પેઢીએ વિવિધ ઘટકો સાથે કાર્યશીલ મૂડીનું લઘુત્તમ સ્તર જાળવી રાખવું આવશ્યક છે.
II. ચાલુ મિલકતના કોઇપણ ઘટકનું રોકડમાં રૂપાંતર કરવા માટે છ થી આઠ માસનો સમય જરૂરી છે.
ઉપરોક્ત બે વિધાનોને ધ્યાનમાં રાખી, નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

બંને વિધાનો ખોટા છે.
વિધાન- I સાચું છે અને વિધાન-II ખોટું છે.
બંને વિધાનો સાચાં છે.
વિધાન - I ખોટું છે અને વિધાન-II સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ઓડીટ અહેવાલમાં, ઓડીટીંગના ધોરણો અનુસાર ઓડીટ કરવામાં આવ્યું હતું તે વર્ણન કયા અનુભાગમાં આપવામાં આવ્યું છે ?

મેનેજમેન્ટની જવાબદારી
અભિપ્રાય
ઓડીટરની જવાબદારી
અભિપ્રાય અનુભાગ માટેનો આધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું એક સૂત્ર પ્રાથમિક ખાદ્યને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે ?

પ્રાથમિક ખાદ્ય = રાજકોષીય ખાદ્ય + વ્યાજ ચૂકવણીઓ
પ્રાથમિક ખાદ્ય = બજેટ ખાદ્ય – વ્યાજ ચૂકવણીઓ
પ્રાથમિક ખાદ્ય = મહેસૂલ ખાદ્ય – વ્યાજ ચૂકવણીઓ
પ્રાથમિક ખાદ્ય = રાજકોષીય ખાદ્ય – વ્યાજ ચૂકવણીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કર આયોજન સંદર્ભે નીચેના પૈકી કયું સાચું/સાચા છે ?
i. તે અભિગમમાં ભવિષ્યવાદી છે.
ii. કર પ્રબંધનની સરખામણીમાં તેનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે.
iii. તેનાથી ઉદભવતા લાભ ટૂંકા ગાળા પૂરતા સીમિત હોય છે.
iv. તેનો મુખ્ય ઉદ્દેશ કર જવાબદારી ઘટાડવાનો છે.

ii, iii અને iv
i, ii અને iii
i અને ii
i અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP