Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ઑડિટ રિપોર્ટના સંબંધીત નીચેના વિધાનો ધ્યાનમાં લઈ કયું વિધાન / કયાં વિધાનો ખોટું / ખોટાં છે તે નક્કી કરો.
(I) SA 700 વપરાય છે, “નાણાકીય પત્રક સંબંધિત અભિપ્રાય ઘડતર અને રિપોર્ટીંગ (અહેવાલ) માટે"
(II) ઑડિટ અહેવાલ એ કર્મચારીઓના કાર્યોનું પ્રતિબિંબ છે.
(III) ઑડિટ અહેવાલ એ ઑડિટરની નિમણૂક કરનાર સત્તાધીશોને સંબંધિત હોય છે.
(IV) નાણાકીય પત્રકોમાં સમાવિષ્ટ નોંધપાત્ર બાબતોમાં આરક્ષણ ન હોય ત્યારે ઑડિટર સ્વચ્છ અહેવાલ આપે છે.

માત્ર (II) અને (IV)
માત્ર (I) અને (II)
માત્ર (II)
માત્ર (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચાં છે ?
(I) અંતિમ ડિવિડન્ડ સામાન્ય સભામાં જાહેર થાય છે.
(II) વૈધાનિક ઑડિટરની નિમણૂક સામાન્ય સભામાં શૅરહોલ્ડરો દ્વારા થાય છે.
(III) આંતરિક ઑડિટરને બોર્ડ દ્વારા દૂર કરી શકાય છે.
(IV) જો ડિબેન્ચર આનુષંગિક જામીનગીરી તરીકે બેંક અથવા લેણદારોને આપેલ હોય તો ઑડિટરે આ માન્યતા ડિબેન્ચર ટ્રસ્ટી દ્વારા આપેલ છે, તે નિશ્ચિત કરવું જરૂરી છે.

માત્ર (I), (II) અને (III)
માત્ર (I)
આપેલ તમામ
માત્ર (I) અને (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
પડતર હિસાબી પદ્ધતિના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) પડતર હિસાબી પધ્ધતિ વ્યાખ્યાયિત થાય છે કે જેમાં પડતરના હિસાબો કે જે આવક અને ખર્ચ નોંધવાથી શરૂ થાય છે અને આંકડાકીય માહિતી તૈયાર થતા પૂર્ણ થાય છે.
(II) પડતર હિસાબી પધ્ધતિ વ્યાખ્યાયિત થાય છે કે જેમાં પડતરના હિસાબો કે જે આંકડાકીય માહિતી તૈયાર કરવાથી શરૂ થાય છે અને આવક અને ખર્ચ નોંધવાથી પૂર્ણ થાય છે.
નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો.

(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (II) સાચું છે.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને ખોટાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયો પડતર હિસાબી પધ્ધતિનો ઉદ્દેશ નથી ?

વિવિધ સંજોગોમાં વેચાણકિમત નક્કી કરવી.
વિવિધ પરિસ્થિતિમાં પડતરની વિવિધ તકનીકો અને પધ્ધતિઓનો ઉપયોગ કરી પડતરની ખાતરી કરવામાં આવે છે.
માલસામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચના પ્રમાણો સ્થાપિત કરી, કાર્યક્ષમતા નિશ્ચિત કરી અને અંકુશ રાખવો.
કંપનીમાં કર્મચારી ભરતીની પધ્ધતિઓ નક્કી કરવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું સાચું નથી ?

અર્ધ-ચલિત પડતરમાં ફક્ત ચલિત ખર્ચનો સમાવેશ થાય છે અને સ્થિર ખર્ચનો સમાવેશ થતો નથી.
ચલિત પડતર એ સ્વાભાવિક રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ હોઈ શકે.
સ્થિર પડતર એ એવી પડતર છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો બદલાતી નથી.
ચલિત પડતર એ પડતરનું એવું તત્ત્વ છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો પ્રત્યક્ષ રીતે બદલાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP