GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતમાં લોકઅદાલતો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. 2002 માં સુધારેલ કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ 1987 એ કાયમી લોકઅદાલતોની સ્થાપના જોગવાઈ કરી. 2. કાયમી લોકઅદાલત અધ્યક્ષ ધરાવે છે કે જે જીલ્લા ન્યાયાધીશ અથવા વધારાના જીલ્લા ન્યાયાધીશ હોય અથવા રહી ચૂક્યા હોય. 3. કાયમી લોકઅદાલત જાહેર સેવાઓમાં પર્યાપ્ત અનુભવ ધરાવતા બે નિષ્ણાતોનું બનેલું હશે. 4. કાયમી લોકઅદાલતની નાણાકીય હકૂમત રૂપિયા એક કરોડ સુધીની રહેશે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા (Targeted Public Distribution System) (TPDS) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. ભારત સરકારે TPDS 1997 માં શરૂ કરી. 2. આ યોજના હાલ ત્રણ વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવી છે – ગરીબી રેખાની નીચે, સમાન ગરીબી રેખા અને ગરીબી રેખાની ઉપર. 3. અંત્યોદય અન્ન યોજના, જેમની આવક વાર્ષિક રૂા. 15,000 થી ઓછી હોય, તેવા ગરીબી રેખાની નીચેના સમુદાયને આવરી લે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બંધારણીય સુધારા ખરડાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસદમાં બંધારણીય સુધારો ખરડો ખાનગી સભ્યો (Private members) લાવી શકતા નથી. 2. સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા ખરડાને રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે પરત મોકલી શકતા નથી. 3. બંધારણીય સુધારા ખરડાને મંજૂરી માટે ખાસ બહુમતીની જરૂર પડે છે. 4. બંધારણીય સુધારા ખરડાને પસાર કરવા માટે સંસદની સંયુક્ત બેઠક થઈ શકતી નથી.