GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
પરમાણુ રીએક્ટર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. પ્રથમ પેઢીના રીએક્ટર U-238 નો ઉપયોગ કરે છે અને આડપેદાશ તરીકે પ્લુટોનિયમ ઉત્પન્ન કરે છે. 2. બીજી પેઢીના રીએક્ટર પ્રથમ પેઢીના રીએક્ટર દ્વારા ઉત્પન્ન કરવાના આવેલા પ્લુટોનિયમનો યુરેનિયમ સાથે બળતણ તરીકે ઉપયોગ કરે છે. 3. બીજી પેઢીના રીએક્ટર કુલન્ટ (coolant) તરીકે ભારે પાણીનો (heavy water) ઉપયોગ કરે છે. 4. બીજી પેઢીના રીએક્ટર થોરિયમનું U-233 માં રૂપાંતર કરે છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારતના સર્વોચ્ચ ન્યાયાલય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટ, 1996 હેઠળ આંતરરાષ્ટ્રીય વાણિજ્યક લવાદ સર્વોચ્ચ ન્યાયાલયમાં પણ શરૂ કરી શકય છે. 2. ફક્ત નોંધાયેલા વકીલો (Advocntes on Record) સર્વોચ્ચ ન્યાયાલય સમક્ષ કોઈ બાબત અથવા દસ્તાવેજ દાખલ કરવા માટેની પાત્રતા ધરાવે છે. ૩. કોઈપણ દીવાની અથવા ફોજદારી કેસને એક રાજ્યની ઉચ્ચ અદાલતમાંથી બીજા રાજ્યની ઉચ્ચ અદાલતમાં સીધો તબદીલ કરવાની સત્તા સર્વોચ્ચ ન્યાયાલયની અપીલીય હકૂમત (appellate jurisdiction) હેઠળ આવે છે.