GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પાક પધ્ધતિઓ (Cropping Patterns) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. મિશ્ર પાક પધ્ધતિ (Mixed Cropping Pattern) એટલે કોઈપણ જાતની નિશ્ચિત કતાર ગોઠવણી વગર એક જ ખેતરમાં એક સાથે બે કે તેથી વધુ પાક ઉગાડવો. 2. આંતરપાક પધ્ધતિ (Inter Cropping Pattern) એટલે 2 થી 3 મહીના વિરામ બાદ એ જ ખેતરમાં બે કે તેથી વધુ પાક ઉગાડવા. 3. ક્રમ પાક પધ્ધતિ (Sequence Cropping Pattern) એટલે અગાઉના પાકની લણણી (harvesting) થાય તે પહેલા અન્ય પાકના બીજ રોપવામાં આવે છે.