GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
પડતર ખાતાવહી નિયંત્રણ ખાતા સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે.

ખર્ચની તમામ બાબત આ ખાતામાં જમા કરવામાં આવે છે.
આ ખાતું દ્વીનોંધી અસર પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવે છે.
આપેલ તમામ
આ ખાતાની બાકી એ તમામ બિન-વ્યક્તિગત ખાતાનો કુલ સરવાળો દર્શાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ડીરેક્ટરને મહેનતાણા તરીકે દર મહીને રૂ.15000 ચુકવવામાં આવે છે, જે કંપનીના પૂર્ણ સમયના રોજગારમાં નથી. શું આ ચુકવણી માન્ય છે ?

શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય
અનુસુચિમાં નિર્ધારિત મહેનતાણાથી વધુની ચુકવણી અમાન્ય
શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય અને કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય બંને
કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કંપનીના પ્રથમ ઓડીટરનું મહેનતાણું ___ દ્વારા નક્કી કરવામાં આવશે.

બોર્ડ ઓફ ડિરેકટર્સ
શેરધારકો દ્વારા પ્રથમ વાર્ષિક સામાન્ય સભામાં
ઓડીટ સમિતિ
પ્રથમ ડિરેક્ટરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન ‘A’ ને ભારત સરકાર દ્વારા કેનેડા ખાતે નિમણૂક આપવામાં આવી છે અને તેઓ તારીખઃ 31-03-2021 ના રોજ પુરા થતા સમગ્ર પાછલા વર્ષ દરમ્યાન કેનેડામાં જ રહ્યા છે. ભારત સરકારે તેમને કેનેડામાં જ રૂા. 50 લાખ પગાર ચૂકવ્યો છે અને તે ઉપરાંત રૂા. 12 લાખના સવલતો અને ભથ્થાઓ પણ તેમને કેનેડામાં જ ચૂકવાયેલ છે.
શ્રીમાન ‘A’ ની ઉપરોક્ત માહિતી પરથી નીચેના પૈકી કયું વિધાન સાચું છે.

પગાર, ભથ્થા અને સવલતો ભારતમાં કરપાત્ર નથી. કારણ કે તેઓ બિન-રહીશ છે અને તેમણે ભારત બહાર તેમની સેવાઓ માટે પગાર પ્રાપ્ત કરેલ છે.
રૂ।.62 લાખના પગાર, ભથ્થા અને સવલતો ભારતમાં કરપાત્ર થશે.
આપેલ પૈકી એક પણ નહીં
રૂા. 50 લાખનો પગાર ભારતમાં કરપાત્ર થશે, તેમ છતાંય સવલતો અને ભથ્થા ભારતમાં કરપાત્ર થશે નહિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સાધનોની અછતના કારણ અંગે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.
I. મનુષ્યની બધી જ જરૂરિયાતો ક્યારેય સંતોષાઈ શકતી નથી.
II. માનવતાને સાધન ઉપયોગના સંદર્ભમાં ત્યારે કોઈ પસંદગી કરવાની રહેશે નહીં.
III. નવા સાધનો શોધવાની જરૂર નથી.
IV. સાધનોની માત્રા કયારેય વધારી શકાતી નથી.

ફક્ત I
I, II અને IV
II અને III
ફક્ત IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના જોડકા જોડો.
યાદી I
i. પડતર હિસાબી પદ્ધતિ
ii. ભંડોળ પ્રવાહ પત્રક
iii. રોકડ પ્રવાહ પત્રક
iv. ગુણોત્તર વિશ્લેષણ
યાદી II
1. કાર્યશીલ મૂડીમાં ફેરફાર
2. તે ઉત્પાદન, વેચાણ અને વિતરણની કિંમત સંબંધિત છે
3. નાણાકીય વિશ્લેષણની મહત્વની પદ્ધતિ છે.
4. રોકડ અને રોકડ સમકક્ષ
નીચે આપેલા વિકલ્પ માંથી સાચો જવાબ પસંદ કરોઃ

i - 4, ii - 3, iii - 2, iv - 1
i - 2, ii - 1, iii - 4, iv - 3
i - 3, ii - 4, iii - 2, iv - 1
i - 4, ii - 3, iii - 1, iv - 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP