GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચે આપેલ પાઈ ડાયાગ્રામ 5 જુદા કારખાનાઓ M, N, O, P અને Q માં ચોખાના ઉત્પાદનની માહિતી અને આપેલ લાઈન ડાયાગ્રામ સંબંધિત કારખાનાઓમાં થયેલ વેચાણની ટકાવારી દર્શાવે છે.
કુલ ઉત્પાદન – 3,600 કિ.ગ્રા.
જો ચોખાની મૂળ કિંમત રૂા. 45 પ્રતિ કિ.ગ્રા. હોય અને કારખાના Q દ્વારા પ્રતિ કિ.ગ્રા. ચોખા પર મૂળ કિંમતના 20% જેટલો નફો મળ્યો હોય તો કારખાના Q ને થયેલ કુલ નફો કેટલો હશે ?

આપેલ પૈકી કોઈ નહીં
રૂા. 5,404
રૂા. 5,256
રૂા. 5,346

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
જોડકાં જોડો.
1. કવિ કાલીદાસ
2. શુદ્રક
૩. વિશાખાદત્ત
4. ભારવિ
a. માલવિકાગગ્નિ મિત્રમ્
b. મૃચ્છકટિક
c. મુદ્રારાક્ષસ
d. કિરાતાર્જુનીયમ્

1 - a, 2 - b, 3 - d, 4 - c
1 - d, 2 - c, 3 - b, 4 - a
1 - d, 2 - c, 3 - a, 4 - b
1 - a, 2 - b, 3 - c, 4 - d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. બાબરના હિંદ-આક્રમણ સમયે બંગાળમાં હુસેનવંશનું શાસન ચાલતું હતું.
2. બાબરના હિંદ-આક્રમણ સમયે કાશ્મીરમાં મુહમ્મદશાહ રાજ્ય કરતો હતો.
૩. બાબરના હિંદ-આક્રમણ સમયે ગુજરાતમાં સુલતાન મુઝફ્ફરશાહ બીજો રાજ્ય કરતો હતો.

આપેલ પૈકી એક પણ નહીં
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નિર્દેશ : એક કળા અને સાંસ્કૃતિક પ્રદર્શનમાં સોમવારથી શનિવાર દરમ્યાન 5 જુદા જુદા રાજ્યોએ જુદા જુદા દિવસે પ્રદર્શન રજૂ કર્યું. આ 6 દિવસો પૈકી એક દિવસ વિરામ દિવસ હતો.
• આ પાંચ રાજ્યો આ મુજબ હતા – આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરાખંડ અને ગુજરાત.
• પ્રતિ દિવસ માત્ર એક રાજ્યએ પ્રદર્શન રજૂ કર્યું.
• આંધ્રપ્રદેશ અને ગુજરાતે રજૂ કરેલ પ્રદર્શનની વચ્ચેનો દિવસ વિરામ દિવસ હતો.
• પંજાબે તેનું કળા પ્રદર્શન ઉત્તરાખંડની પહેલા કર્યું.
• ગુજરાત અને પંજાબ વચ્ચે 2 દિવસનું અંતર હતું. તથા ગુજરાતે પંજાબ પહેલા પ્રદર્શન રજૂ કર્યું.
• મહારાષ્ટ્રએ શનિવારે પ્રદર્શન રજૂ કરેલ નથી.
સોમવારે કયા રાજ્યએ પ્રદર્શન રજૂ કર્યું ?

ગુજરાત
ઉત્તરાખંડ
આપેલ પૈકી એક પણ નહીં
મહારાષ્ટ્ર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP