GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક ગોળાકાર દડામાંથી બે સરખા ભાગ બનાવવામાં આવે છે. જો દરેક ભાગની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 56.57 ચો.સેમી હોય, તો તે ગોળાકાર દાડાનું ઘનફળ કેટલું થશે ? [ π = 3.14]

109.04 cm³
107.04 cm³
આપેલ પૈકી કોઈ નહીં
113.04 cm³

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાજાજી સૂત્ર (formula) વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. આ સૂત્ર અનુસાર મુસ્લિમ લીગે કોંગ્રેસ સાથે જોડાઈ બ્રિટીશ શાસનમાંથી સ્વતંત્રતાની માંગણી કરે.
2. મુસ્લિમ લીગ અને INC એ કેન્દ્રમાં વચગાળાની સરકારની રચના કરે.
3. ગાંધીજી અને જિન્હાએ રાજાજી સૂત્ર ઉપર ચર્ચા કરવા વાટાઘાટો યોજી.
4. આ દરખાસ્ત જિન્હા દ્વારા સ્વીકારવામાં આવી અને ગાંધીજી દ્વારા અસ્વીકાર કરવામાં આવી.

માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 2, 3 અને 4
માત્ર 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો.
I. અખો ભગત
II. પ્રેમાનંદ
III. પ્રીતમ
IV. નરસિંહ મહેતા
a. હયહસ્તી રથ પાળા દીસે - બખતરીયા બિહામણા
b. ગેબી નિપજ થઈ પિંડ તણી, ત્યારે ત્યાં નોતો ધણી.
c. તીરે ઊભા જુએ તમાશો તે, કોડી નવ પામે જોને.
d. ખરચતા ગરથ ભંડાર ખૂટે તો, ખૂટજ્યો રે
સોનુ પિહરિતાં કાન તૂટે તો, ત્રૂટજયો રે

I-d, II-c, III-b, IV-a
I-c, II-d, III-a, IV-b
I-b, II-a, III-c, IV-d
I-a, II-b, III-c, IV-d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અમદાવાદમાં પ્રથમ કન્યાશાળા માટે નીચેના પૈકી કોણે દાન આપ્યું હતું ?

કરસનદાસ મૂળજી
મહીપતરામ નીલકંઠ
હરકોર શેઠાણી
વિદ્યાગૌરી નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ટીળકના હોમરૂલ લીગ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
I. સ્થાનિક ભાષામાં શિક્ષણની માંગ કરી
II. પોતાના વિચારો મરાઠી, કન્નડ અને ગુજરાતીમાં પ્રચલિત કર્યા.
III. ભાષાકીય રાજ્યોના ગઠનની પણ માંગ કરી.

ફક્ત I અને III
I, II અને III
ફક્ત II અને III
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો.
I. એન્ડ્રુઝ પુસ્તકાલય
II. સયાજી વિજય પુસ્તકાલય
III. લેંગ પુસ્તકાલય
IV. બાર્ટન પુસ્તકાલય
a. ભાવનગર
b. નવસારી
c. રાજકોટ
d. સુરત

I-d, II-a, III-b, IV-c
I-a, II-b, III-c, IV-d
I-a, II-d, III-c, IV-b
I-d, II-b, III-c, IV-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP