GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ :) નીચેની વિગતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એક કુટુંબના તમામ 6 સભ્યો : P, Q, R, S, T અને U સાથે પ્રવાસ કરી રહ્યા છે. Q એ R નો પુત્ર છે. R અને P દંપતી છે. R એ T નો ભાઈ છે. P એ S ની માતા છે. T અને U કાકા-ભત્રીજો છે. કુટુંબમાં 4 પુરુષ સભ્યો છે.
S એ T સાથે કયો સંબંધ ધરાવે છે ?

આપેલ પૈકી કોઈ નહીં
ભત્રીજી
ભત્રીજો
બહેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પાક પધ્ધતિઓ (Cropping Patterns) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. મિશ્ર પાક પધ્ધતિ (Mixed Cropping Pattern) એટલે કોઈપણ જાતની નિશ્ચિત કતાર ગોઠવણી વગર એક જ ખેતરમાં એક સાથે બે કે તેથી વધુ પાક ઉગાડવો.
2. આંતરપાક પધ્ધતિ (Inter Cropping Pattern) એટલે 2 થી 3 મહીના વિરામ બાદ એ જ ખેતરમાં બે કે તેથી વધુ પાક ઉગાડવા.
3. ક્રમ પાક પધ્ધતિ (Sequence Cropping Pattern) એટલે અગાઉના પાકની લણણી (harvesting) થાય તે પહેલા અન્ય પાકના બીજ રોપવામાં આવે છે.

1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ખેડા અને આણંદ જિલ્લામાં શેઢી અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ‘‘ચરોતર’’ તરીકે ઓળખાય છે.
2. આ મેદાન પેટલાદ થી નડીયાદ સુધી 20 કિ.મીની લંબાઈમાં આવેલું છે.
3. આ મેદાનની રચના મહી, શેઢી અને વાત્રક જેવી નદીઓએ નિક્ષેપ કરેલા કાંપ દ્વારા થઈ છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના તાજેતરમાં તરતું મુકવામાં આવેલાં INS ધ્રુવ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. INS ધ્રુવ પરમાણુ મિસાઈલનું પગેરું લેતું જહાજ (Nuclear Wissile Tracking Vessel) છે કે જે શત્રુ દેશોના પરમાણુ મિસાઈલોનું પગેરું શોધી કાઢે છે.
2. ભારત આ ટેકનોલોજી ધરાવતો વિશ્વનો 5 મો દેશ છે.
3. તેનું નિર્માણ ભારતના ગોવા શીપયાર્ડ લીમીટેડ ખાતે થયું હતું.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
હિંદ મહાસાગરમાં લશ્કરી અને વેપારી નૌકાજહાજોની ગતિવિધિઓનું નિયંત્રણ-દેખરેખ રાખવા માટે DRDO દ્વારા વિકસાવવામાં આવેલા નીચેના પૈકી કયા ઉપગ્રહનું ISRO દ્વારા પ્રક્ષેપણ કરવામાં આવ્યું?

સમુદ્રનેત્ર
સિંધુનેત્ર
ગરૂડનેત્ર
સિંધુગરૂડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP