GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
એક્ઝિમ (EXIM) બેંક વિશે નીચે આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે વિધાનોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો. I. એક્ઝિમ બેંકની સ્થાપના વર્ષ 1982માં થઇ હતી. II. 1981માં પસાર થયેલા એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ હેઠળ એક્ઝિમ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. III. એક્ઝિમ બેંકની કામગીરી ભારતીય રિઝર્વ બેંક ના ગવર્નર દ્વારા સંચાલિત છે. IV. એક્ઝિમ બેંક નિકાસકારોને નાણાં આપવાનું પસંદ કરે છે આયાતકારોને નહીં.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન ‘X’, રહીશ ને તેમણે તા. 01-04-2018 ના રોજ લીધેલ પોલીસીના પાકવા પર તારીખઃ 31-03-2021 ના રોજ રૂા. 4,50,000 મળવાપાત્ર થનાર છે, આ પોલીસી માટે વીમા રકમ રૂા. 4 લાખ છે અને વાર્ષિક પ્રિમિયમ રૂા. 1,25,000 છે. શ્રીમાન 'Z', રહીશને તેમણે તા. 01-10-2012 ના રોજ લીધેલ પોલીસીના પાકવા પર તારીખઃ 01-10-2020 ના રોજ રૂા. 95,000 મળવાપાત્ર થનાર છે, આ પોલીસી માટે વીમા રકમ રૂા. 90,000 છે અને વાર્ષિક પ્રિમિયમ રૂા. 10,000 છે. આવકવેરા ધારા અનુસાર કર કપાત કરવા અંગે આપનો અભિપ્રાય આપો.
શ્રીમાન 'X’ અને શ્રીમાન ‘Z' ને પોલીસી પાકવા અંગે મળતી રકમમાંથી કર કાપવાની જરૂરિયાત જણાય છે.
શ્રીમાન ‘Z’ ને પોલીસી પાકવા અંગે મળતી રકમમાંથી કર કાપવાની જરૂરિયાત જણાય છે.
શ્રીમાન 'X'ને પોલીસી પાકવા અંગે મળતી રકમમાંથી કર કાપવાની જરૂરિયાત જણાય છે.
શ્રીમાન ‘X’ અને શ્રીમાન 'Z’ ને પોલીસી પાકવા અંગે મળતી રકમમાંથી કર કાપવાની કોઈ જરૂરિયાત જણાતી નથી.