GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન/ વિધાનો સાચું / સાચાં છે? I. દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં ટંકારા ખાતે 1824 માં થયો હતો. II. આર્યસમાજમાં મોટા ભાગલાં મુંબઈ ખાતે 1887 માં પડ્યાં. III. દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા તત્વબોધિની સભાની સ્થાપના કરવામાં આવી હતી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાજ્યપાલની ધારાકીય સત્તાઓ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. જ્યારે વિધેયક રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વિરુદ્ધમાં હોય ત્યારે રાજ્યપાલ એ વિધેયક રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે. 2. રાજ્યપાલ રાજ્ય ધારાસભાના બંને ગૃહોની (જ્યાં દ્વિગૃહી ધારાસભા હોય તેવા કિસ્સામાં) સંયુક્ત બેઠક બોલાવી શકે છે. 3. તેઓ રાજ્યની વિધાનસભામાં એક એંગ્લો ઈન્ડિયનને નામાંકિત કરી શકે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પીળો, લીલો અને લાલ રંગના ત્રણ દડા, 1, 2 અને 3 નંબર આપેલી ત્રણ પેટીમાં (સમાન ક્રમમાં હોય તે જરૂરી નથી) મૂકવામાં આવનાર છે. ત્રણ મિત્રો J, K અને L પૈકી દરેક આ ગોઠવણી વિશે બે વિધાન આપે છે, જેમાંથી એક સાચું અને એક ખોટું છે. તેમના વિધાનો આ મુજબ છે : J : પીળો દડો પેટી 2 માં નથી. લાલ દડો પેટી 1 માં છે. K : પીળો દડો પેટી 3 માં નથી. લીલો દડો પેટી 2 માં છે. L : લીલો દડો પેટી 3 માં છે. લાલ દડો પેટી 1 માં નથી. જો આપણે K દ્વારા આપેલું બીજું વિધાન અવગણીએ અને તેણે આપેલું પહેલું વિધાન સાચું માનીએ, તો બાકીની શરતોનું પાલન કરતાં કેટલી ગોઠવણી શક્ય બનશે ?