GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
રાજ્યપાલને સોંપાયેલી ખાસ જવાબદારીઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ? i. ઉત્તરાખંડમાં આદિજાતિ વિસ્તારોનો વહીવટ ii. મણીપુરમાં પર્વતીય વિસ્તારોનો વહીવટ iii. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અલગ વિકાસ બોર્ડની સ્થાપના
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. બ્રહ્મોસ (Brahmos) એ મધ્યમ શ્રેણીનું રેમજેટ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ (ramjet supersonic cruise missile) છે, કે જેનું સબમરીન, વહાણ, હવાઈજહાજ અથવા ભૂમિ પરથી પ્રક્ષેપણ થઈ શકે છે. ii. બ્રહ્મોસ (Brahmos) નામ ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોસ્કવા નદી પરથી પાડવામાં આવ્યું છે. iii. ભારતીય હવાઈ દળે તેની હવાઈ આવૃત્તિ (Air version)નું પરીક્ષણ Su-30 MKI લડાયક વિમાન પરથી કરેલ છે. iv. બ્રહ્મોસ મિસાઈલ ભારતીય નૌસેનામાં 2015 ના વર્ષથી સેવામાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
અરવલ્લી જિલ્લાના શામળાજી ગામમાં “હરિશચંદ્રની ચોરી’’ના નામે ઓળખાતા તોરણ પાસે આવેલા પ્રાચિન મંદિરમાં ___ શૈલીના શિખર સ્વરૂપનો વિકાસ જોવા મળે છે. i. દ્રવિડ ii. નાગર
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વિશ્વના સમયપટ્ટા (Time zone) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. સ્થાનિક સમય એ સૂર્ય (સૌર) સમય તરીકે પણ ઓળખાય છે. ii. ગ્રીનવીચ રેખા (મેરીડીયન) પરના તમામ સ્થળોએ બપોર એક સાથે હોય છે. iii. ગ્રીનવીચ સમયપટ્ટો પ્રાઈમ મેરીડીયન અને 15° પશ્ચિમ રેખાંશ વચ્ચે વિસ્તરેલો છે. iv. સમયપટ્ટાની સરહદો રાજકીય સરહદોની ખાત્રી કરવા માટે ગોઠવેલ નથી.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વાહકના અવરોધ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. તે વાહકની લંબાઈ પર સીધો આધાર રાખે છે. ii. તે વાહકના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. iii. તે વાહકના પદાર્થ પર આધાર રાખે છે.