GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો નાબાર્ડ સંબંધિત છે ? (I) NABARD નું પૂર્ણ નામ National Bank for Agriculture and Radical Development છે. (II) નાબાર્ડની સ્થાપના 12મી જુલાઈ, 1982માં થઈ. (III) નાબાર્ડની સ્થાપના 12મી ડિસેમ્બર, 1982માં થઈ. (IV) તે પ્રાદેશિક ગ્રામીણ બેંકોને પુન:ધિરાણ આપે છે, પરંતુ રાજ્ય સહકારી બેંકોને નહીં.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
GST કાયદામાં આપેલ વ્યાખ્યાઓના સંદર્ભમાં નીચેની બાબતો ધ્યાનમાં લો. (I) ‘ધંધા’ની વ્યાખ્યા કલમ 2(17) આપે છે. (II) માલ અથવા સેવા અથવા બંને પૂરી પાડવાના સંદર્ભમાં ‘‘અવેજ''ની વ્યાખ્યા કલમ 2(31) આપે છે. (III) “ઇલેક્ટ્રોનિક વાણિજ્ય ઓપરેટર"ની વ્યાખ્યા કલમ 2(52) આપે છે. (IV) ‘માલ’’ની વ્યાખ્યા કલમ 2(45) આપે છે. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સમાન સીમાંત તૃષ્ટિગુણનો નિયમ કેટલીક ધારણાઓને આધારે છે, તેમાંની કેટલીક નીચે મુજબ છે. તેમાંથી કઈ સાચી છે તે જણાવો. (I) ઉપભોક્તા તર્કસંગત છે. (II) તૃષ્ટિગુણ એ ક્રમિકતા ધરાવે છે. (III) ઈચ્છાઓ અને વસ્તુઓ અવેજપાત્ર નથી. (IV) વસ્તુઓની કિંમત બદલાયા વગરની રહે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના વિધાનો વાંચી નક્કી કરો કે કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે. (I) આંતરિક ઑડિટ એ સ્વતંત્ર મૂલ્યાંકન પ્રવૃત્તિ છે. (II) આંતરિક તપાસ અને આંતરિક ઑડિટ બંને એક જ છે. (III) આંતરિક ઑડિટરની છેતરપીંડી અટકાવવામાં મોટી ભૂમિકા છે. (IV) ઑડિટ સમિતિ એ કંપની માટે વૈભવ છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ITR-1 તે વ્યક્તિના કિસ્સામાં લાગુ પડશે નહીં કે જે... (I) ભારત બહાર આવેલ મિલકતો (કોઈપણ એકમમાં નાણાંકીય હિત સમાવિષ્ટ ન હોય) ધરાવતો હોય. (II) ભારત બહાર કોઈપણ ખાતામાં સહી કરવાની સત્તા ધરાવતો હોય. (III) ભારત બહાર કોઈપણ પ્રકારની આવકનો સ્ત્રોત ન હોય. (IV) કોઈપણ કંપનીનો ડિરેક્ટર હોય.