કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘આયુષ્માન ભારત ડિજિટલ મિશન’નો પ્રારંભ કરાવ્યો હતો. આ મિશન સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. આ મિશન ડિજિટલ હેલ્થ મિશન તરીકે પણ ઓળખાય છે. 2. આ મિશન હેઠળ લોકોને એક યુનિક ડિજિટલ હેલ્થ ID આપવામાં આવશે. 3. આ ડિજિટલ હેલ્થ IDમાં વ્યક્તિના તમામ આરોગ્ય રેકોર્ડ હશે. 4. આ હેલ્થ ID દરેક વ્યક્તિએ લેવું જરૂરી છે તથા આ ID માટે લાભાર્થીએ રૂ. 500 ચૂકવવા પડશે. યોગ્ય વિકલ્પ પંસદ કરો.
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં નીતિ આયોગે ભારતના 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવા માટે BUJU'S સાથે ભાગીદારી કરી છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. આ ભાગીદારી હેઠળ BYJU'S વિદ્યાર્થીઓને તેમના ઉચ્ચ–ગુણવત્તાવાળા અને ટેક્નોલોજી આધારિત શિક્ષણ કાર્યક્રમોની મફત એક્સેસ પ્રદાન કરશે. 2. BYJU'S એન્જિનિયરિંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે આકાશ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રસ્તાવિત ધોરણ 11 અને 12ના 3000 થી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મફત કોચિંગ ક્લાસ પણ આપશે. 3. તેનો ઉદ્દેશ મહત્વાકાંક્ષી જિલ્લાઓની સરકારી શાળાઓમાં બાળકોને વિના મૂલ્યે પૂરક શિક્ષણ સંશાધનો પૂરો પાડવાનો છે. યોગ્ય વિકલ્પ પંસદ કરો.