Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સમગ્ર ભારત જથ્થાબંધ ભાવસૂચક આંક (WPI)બાબતે નીચેના પૈકી કયું /ક્યા વિધાન /વિધાનો સાચું/ સાચાં છે ?
i. સમગ્ર ભારત WPI માટે પાયાનું વર્ષ 2004-05 થી બદલીને 2011-12 કરવામાં આવ્યું છે.
ii. સુધારેલી શ્રેણીઓમાં WPI બે મુખ્ય જૂથોનું બનેલું રહેશે- પ્રાથમિક ચીજવસ્તુઓને અને ઉત્પાદિત બનાવટો.
iii. WPI ની નવી શ્રેણીઓમાં સંકલન માટે ઉપયોગમાં લેવામાં આવેલી કિંમતો પરોક્ષ કરવેરાઓનો સમાવેશ કરતી નથી.

ફક્ત i અને iii
i,ii અને iii
ફક્ત i
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
કેટલાક છોકરાઓ અને છોકરીઓ વચ્ચે 42 નારંગી વહેંચવામાં આવે છે. જો દરેક છોકરો 3 નારંગી મેળવે, તો દરેક છોકરીના ભાગે 6 આવે છે. પરંતુ જો દરેક છોકરો 6 નારંગી મેળવે અને દરેક છોકરી 3 નારંગી મેળવે તો વધારાની 6 નારંગીની જરૂર પડશે. તો છોકરીઓની સંખ્યા કેટલી હશે ?

6
8
4
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં કપાસના પાક અંગે નીચેના પૈકી કયું / કયા વાક્ય / વાક્યો સાચું / સાચાં છે ?
1. કપાસના પાકને સરેરાશ 50-75 સેમી વરસાદ જરૂરી છે.
2. કપાસના પાકને 21-30 ડિગ્રી સે. ઉષ્ણતામાન જરૂરી છે.
3. કપાસના પાકને ઊંડી કાળી જમીન જરૂરી છે અને પડખાઉ તથા કાંપની જમીનમાં પણ ઉગી શકે છે.

1,2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં મૂળભૂત હકો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. અનુચ્છેદ 33એ લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને વડી અદાલતના રીટ અધિકાર ક્ષેત્રમાં સમાવિષ્ટ કરતા નથી.
2. લશ્કરી કાયદાનો ખ્યાલ એ બંધારણમાં ક્યાંય વ્યાખ્યાયિત કરેલ નથી.
3. લશ્કરી કાયદો લાદવાથી મૂળભૂત હકો પર કોઈ અસર થઈ શકે નહીં.
4. લશ્કરી કાયદો એ દેશના કોઇ ચોક્કસ ભાગમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં લાવવામાં આવે છે.

માત્ર 1 અને 2
માત્ર 3 અને 4
માત્ર 2,3 અને 4
1,2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગુજરાતના સુલતાન મહમ્મદ બેગડાએ જ્યારે પાવાગઢ પર આક્રમણ કર્યું ત્યારે કયા રાજાના રાણી અને અન્ય સ્ત્રીઓએ જાહેર કર્યું હતું ?

માનસિંહ
જયસિંહ
કંપિલીદેવ
રત્નસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં શુદ્ધિ આંદોલનની શરૂઆત કોણે કરી ?

રાજા રામમોહનરાય
કેશવચંદ્ર સેન
દયાનંદ સરસ્વતી
રામકૃષ્ણ પરમહંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP